આધ્યાત્મિક માર્ગદર્શન
પૂજ્ય શ્રી રુદ્રેશ રાવલ

આધ્યાત્મિક માર્ગદર્શન
ભક્તિ અને સેવાનું માર્ગદર્શન
પૂજ્ય શ્રી રુદ્રેશ રાવલના પાવન સાનિધ્યમાં કુબેરધામ ભક્તિ, સાધના અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાને સમર્પિત આધ્યાત્મિક ધામ છે.
કુબેરધામની ભાવના
“કુબેરધામ ભાવનું ધામ છે — અહીં હૃદયનો નિર્મળ ભાવ, ભક્તિપૂર્ણ સમર્પણ અને નિઃસ્વાર્થ સેવા જ સાચી સંપદા છે.”
પરિચય
પૂજ્ય શ્રી રુદ્રેશ રાવલ કુબેરધામના પાવન સાનિધ્ય છે. તેમનું જીવન શ્રદ્ધા, સાદગી અને પ્રભુ સેવાના ઉચ્ચ આદર્શોથી ભરેલું છે. તેમનું માર્ગદર્શન ભક્તોના જીવનમાં ભક્તિ, સંસ્કાર અને શાંતિનો પ્રકાશ પ્રગટાવે છે.
ભક્તિ અને સેવા
કુબેરધામમાં દરરોજ થતી પૂજા-અર્ચના, દર શનિવારે સાંજે 7:45 વાગ્યે થતી સંધ્યા આરતી અને વર્ષ દરમિયાન થતા મુખ્ય મહોત્સવો — આ સર્વ ગુરુજીના પાવન સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ યોજાય છે.
ભક્તો માટે સંદેશ
ભક્તિમાં નિર્મળ ભાવ, નામસ્મરણ અને નિઃસ્વાર્થ સેવાનું વિશેષ મહત્ત્વ છે. પ્રભુના કાર્યમાં સમય, શ્રમ અને પ્રેમપૂર્વક સહભાગી થવું એ સમર્પણની ભાવપૂર્ણ અભિવ્યક્તિ છે.
